સુરત- (સુપ્રિમો ગુજરાત)- દરિયાકાંઠાના પર્યાવરણ રક્ષણ માટે તથા સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત ડુમસના ગણેશ મંદિર પાસે જદંબ ગ્રુપ અને એલિક્સિર ફાઉન્ડેશન દ્વારા બીચ ક્લીનઅપ અભિયાન ૭૫ વિદ્યાર્થીઓ સાથે સારું કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ બીચમાં રહેલ પ્લાસ્ટિક, કાગળ, પાણી બોટલ, ઘન કચરો જેવી વસ્તુઓ એકત્ર કરી હતી.
સુરત ડુમસ દરિયાકાંઠાના વિસ્તારોમાં યોજાયેલા બીચ ક્લીનઅપ ડ્રાઇવનું હવે આગામી દિવસો ગોવા અને મુંબઈમાં પર્યાવરણ રક્ષણ અને સ્વચ્છતા જાગૃતિ અભિયાન આગળ ધપાવવામાં આવશે. આજના સ્વચ્છતા અભિયાન નંદુબા ઇંગ્લિશ એકેડેમી અને સુરત મહાનગર પાલિકાના આયોજકો દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.



Leave a comment
This site is protected by hCaptcha and the hCaptcha Privacy Policy and Terms of Service apply.